Sunday, December 14, 2008

વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

- મનોજ ખંડેરિયા

2 comments:

  1. ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
    બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
    ને ખડિયા ખોળવા બેસું તો વરસોના વરસ લાગે.

    કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
    અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
    એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

    કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક,
    ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે,
    હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
    હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
    ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
    ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

    ReplyDelete
  2. હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.

    જય માતાજી બાપુ

    હૃદયસ્પર્શી લાઇન છે.

    ReplyDelete