Thursday, December 18, 2008



સારી વસ્તુનુ સદાયે અલ્પ જીવન હોય છે,
ફુલથી તેથી જગતમાં લાંબુ જીવાયું નહીં.


- "રાઝ" નવસારવી.




મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,
દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.

- બેફામ

મારે કવિતા લખવી નથી.

મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો !
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.

- સુરેશ દલાલ