પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી
- સુરેશ દલાલ
ભગીરથજી તમે સારી રચનાઓ ગમે ત્યાંથી ગોતી લો છો.
ReplyDeleteKeep it up..........
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
ReplyDeleteબાજી રમીએ અમે અને હા, જીત તમારી.
અદભુદ !
કંઈક લખું ?
આ ગેબિ રમતમાં પ્રિયતમ !
હું હાર્યો તો જીત મારી.
ને તું જીત્યો તોય જીત મારી...
તને જીતવા નહીં દઉં હો નાથ !
મારી સાથે રમવું સહેલું નથી હોં !