મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળના વાવડ ગમે કે મારા આ મળવાના વાયદા ?
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે કે છત્રીના પાળવાના કાયદા ?
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે કે મારી આ કોયલનું કૂ ?
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે કે તરસી આ આંખોનું ઝૂરવું ?
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું ?
તને આભમાં રમતું એ વાદળ ગમે કે દરિયાનો કાંઠો ને હું ?
તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં ?
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય તો આંખો ભીંજાય કોની યાદમાં ?
આઠે મહિના મને આંખોમાં રાખે ને ચોમાસે કહે છે જા છૂ…
-મુકેશ જોશી
જાડેજા સાહેબ,
ReplyDeleteતમારૂ કલેક્શન ખુબ સુંદર છે. મને લાગે છે કે થોડા સમયમાં ગુજરાતી સાહિત્ય જગતના દરેક નામાંકીત રચનાકારોની રચનાઓ શબ્દોનુ ઘરમાંથી મળી રહેશે.
Good Going, keep it up.