Wednesday, January 7, 2009

જિંદગીને જીવવાની ફિલસુફી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી

દુ:ખતો એનું છે કે એ દુનીયાના થઇને રહી ગયા
કે જેના ખાતર મારી દુનીયા મેં જુદી સમજી લીધી


કંઇક વેળા કઇક મુદ્દતને અમે માની નથી
તો કંઇ વેળા એક પળને જિંદગી સમજી લીધી


કે હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’
કે મારી બરબાદી ને જેની ખુશી સમજી લીધી.


- ‘મરીઝ’

1 comment:

  1. મને બહુ જ ગમતી ગઝલ. અમર ભટ્ટના આલ્બમમાં સાંભળવી એ એક લ્હાવો છે.

    ReplyDelete