ભીંજાવામાં નડતર જેવું લાગે છે:શરીર સુદ્ધાં,બખ્તર જેવું લાગે છે।
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ:અવસર જેવું લાગે છે…”
મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે।
ખુલ્લા ડિલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે !
- ઉદયન ઠક્કર
bahu sarash
ReplyDelete