Friday, December 5, 2008

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને



પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

-મનોજ ખંડેરિયા

4 comments:

  1. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
    મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

    એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
    એક પગ બીજા ને છળે એમ પણ બને

    જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
    ને એ જ હોય પગની તળે એમ પણ બને



    khub j saras rachana chhe ..mane manoj khanderiyani aa rachana khub j pasand chhe............jadeja bapu aaj rite navi navi rachanao mukata raho tamar blogma saru kam karyu aa blog banavi.......gujarati sahityana premio mate khub j saras blog chhe.........carry on.........

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. આ ઉરથી ના ગીત ગવાશે
    ના રસ આ ઉરથી અર્પાશે
    નિચોવાશે સ્પર્શ પહેલાં
    દ્વવતું હૈયું આ !

    રોયા પહેલાં રોઈ જાતું
    આંસુડું સુકાયું થાતું
    ઢોળાઇને ચાલ્યું જાતું
    કુણું હૈયું આ !

    કલાપી


    બાપુ બહુ જ સરસ ......

    ReplyDelete